Posts

Khergam News :ગણદેવીના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે અંદાજિત ₹10.66 કરોડના મૂલ્યના વિવિધ 10 રસ્તાના વિકાસકાર્યના ખાતમુહૂર્ત કરાયાં.

Image
Khergam News :ગણદેવીના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે અંદાજિત ₹10.66 કરોડના મૂલ્યના વિવિધ 10 રસ્તાના વિકાસકાર્યના ખાતમુહૂર્ત કરાયાં. આજરોજ તારીખ : 17-10-2024નાં દિને ચીખલી અને ખેરગામ તાલુકાના રૂમલા ચીકારપાડા પ્રાથમિક શાળા, ચીખલી ખેરગામ એસ.એચ., ઘેજ બીડ કણબીવાડ, તલાવચોરા મોટા ફળિયા તથા તલાવચોરા ડેન્સા ફળિયા જેવા વિવિધ સ્થળો ખાતેથી અંદાજિત ₹10.66 કરોડના મૂલ્યના વિવિધ 10 રસ્તાના વિકાસકાર્યના ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામા આવ્યા હતા. જેમાં દરેક ગામનાં અગ્રણી આગેવાનો, રાજકીય આગેવાનો તથા હોદ્દેદારો અને  ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત  સૌને નરેશભાઇ પટેલે હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. View this post on Instagram A post shared by @khergam_news_updates

વિદાય સન્માન સમારોહ: ખેરગામ તાલુકા મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી અશ્વિનભાઈ પટેલની પ્રમોશન સાથે બદલી થતાં વિદાય સન્માન સમારોહ યોજાયો.

Image
વિદાય સન્માન સમારોહ: ખેરગામ તાલુકા મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી અશ્વિનભાઈ પટેલની પ્રમોશન સાથે બદલી થતાં વિદાય સન્માન સમારોહ યોજાયો. તારીખ: 01-10-2024નાં દિને તાલુકા પંચાયત કચેરીના સભાખંડ ખાતે ખેરગામ તાલુકાના માનનીય મદદનીશ તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી અશ્વિનભાઈ પટેલની પ્રમોશન સાથે   થતાં વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. સરળ, વિનમ્ર અને મૃદુભાષી સ્વભાવ ધરાવતા અશ્વિનભાઈ પટેલ સાહેબે તાલુકાના તમામ કર્મચારીઓના દિલ જીતી લીધા હતા. જેમની  ચીખલી તાલુકા પંચાયત બદલી  ખાતે પ્રમોશન સાથે બદલી થતાં સૌ ભાવુક થયા હતા.   જેમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ સહિત તાલુકા પંચાયતના હોદ્દેદારો, અધિકારીઓ, કર્મચારીઓ અને તાલુકાના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહી પ્રમોશન માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

Khergam : પાણીખડક સંસ્કાર વિધામંદિરમાં ધો-9 અને 11માં 372 છાત્રોને પ્રવેશ અપાયો

Image
  Khergam : પાણીખડક સંસ્કાર વિધામંદિરમાં ધો-9 અને 11માં 372 છાત્રોને પ્રવેશ અપાયો.

પાણીખડક સંસ્કાર વિધામંદિરમાં વિદ્યાર્થીઓને કરાયું નોટબુકનું વિતરણ

Image
 પાણીખડક સંસ્કાર વિધામંદિરમાં વિદ્યાર્થીઓને કરાયું નોટબુકનું વિતરણ

પાણીખડક વિશે

  પાણીખડક ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તથા વલસાડ જિલ્લાનું વિભાજન કરી નવા બનાવવામાં આવેલા નવસારી જિલ્લામાં આવેલ ખેરગામ તાલુકામાં આવેલું એક ગામ છે. તે ખેરગામ તાલુકા મુખ્ય મથકથી 10 કીમીનું અંતર ધરાવે છે.  પાણીખડક ગામમાં માધ્યમિક શાળા પ્રાથમિક શાળા, દૂધની ડેરી, આંગણવાડી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, શેરડી, કેરી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.

પાણીખડકનો ઈતિહાસ

  110 વર્ષના નગીન દાદા આઝાદીના સાક્ષી ભવાની માતા મંદિર ભક્તો માટે આસ્થાનું પ્રતિક. ખેરગામ નગરથી 7 કિ.મી.ના અંતરે આવેલું પાણીખડક ગામ ખડકમાંથી પાણી નીકળતા ગામનું નામ પાણીખડક પડ્યું હોવાનું લોકો કહે છે. ગામના લોકો પશુપાલન અને ખેતીની સાથે પરંપરાગત વ્યવસાયને ટકાવી રાખી રોજગારી મેળવી રહ્યાં છે. આ ગામના લોકો પૈકી કેટલાક પ્રાધ્યાપક, ડોકટર, ગ્રામસેવક તેમજ સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના વિવિધ વિભાગમાં વિવિધ હોદ્દા ઉપર ફરજ બજાવી રહ્યાં છે. સરપંચ અશ્વિનભાઈ પટેલ જણાવે છે કે 1064 હેક્ટરમાં ફેલાયેલા પાણીખડક ગામની કુલ વસતી 2615 પૈકી 1312 પુરુષ અને 1303 સ્ત્રીનો સમાવેશ થાય છે. પટેલ ફળિયામાં રહેતા નગીનભાઈ ઝીણાભાઈ પટેલ 110 વર્ષના છે. 11 દાયકામાં તેમણે અંગ્રેજી હુકુમત, રાજા રજવાડાનો સમય અને દેશની આઝાદી બાદ નવા ભારતનો ઉદય પણ નિહાળ્યો છે. તેઓ સાપનું ઝેર ઉતારવામાં પણ મહારત ધરાવે છે. નગીનદાદા યુવાની કાળની વાત કરતા કહે છે કે,જીવન આયખું વિતી ગયું, ઘણું બધું બદલાઈ ગયું છે. ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ​​​​​​​આઝાદીની લડત માટે યુવાનોમાં થનગનાટ હતો. ગાંધીજી ચીખલી આવેલા એ વેળા તંબુ તાણીને રહ્યા હતા. એ વેળા મુલા...