Posts

Showing posts from October, 2026

ખેરગામ તાલુકાની પાટી પ્રાથમિક શાળામાં નિવૃત્ત શિક્ષકોનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

Image
   ખેરગામ તાલુકાની પાટી પ્રાથમિક શાળામાં નિવૃત્ત શિક્ષકોનો વિદાય સન્માન સમારોહ યોજાયો. આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે દિનેશભાઈ નાયક અને બકુલાબેન માહલાનું સન્માન કરાયું ખેરગામ, નવસારી: ખેરગામ તાલુકાની પાટી પ્રાથમિક શાળા ખાતે નિવૃત્તિ વિદાય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના હસ્તે વયનિવૃત્ત થતા શિક્ષક શ્રી દિનેશભાઈ નાયક અને શિક્ષિકા શ્રીમતી બકુલાબેન માહલાને શાલ ઓઢાડી તથા મોમેન્ટો અર્પણ કરી સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી. સમારોહ દરમિયાન મંત્રીશ્રીએ બંને શિક્ષકોને નિવૃત્ત જીવન માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને વર્ષો સુધી શિક્ષણક્ષેત્રે આપેલી તેમની સેવાઓને બિરદાવી હતી. આ પ્રસંગે મંત્રી શ્રી નરેશભાઈ પટેલે શિક્ષકના મહત્વ અને સમાજના ઘડતરમાં તેમની ભૂમિકા અંગે પ્રેરણાત્મક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, “શિક્ષક સમાજના ઘડવૈયા અને રાષ્ટ્રના ભવિષ્યના નિર્માતા છે.” શિક્ષક માત્ર વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતા નથી, પરંતુ તેમનામાં સંસ્કાર, શિસ્ત, નૈતિક મૂલ્યો અને જવાબદારીની ભાવના પણ વિકસાવે ...

ખેરગામના ભૈરવી ગામે રૂ. ૩૫ લાખના ખર્ચે નિર્મિત પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ

Image
       ખેરગામના ભૈરવી ગામે રૂ. ૩૫ લાખના ખર્ચે નિર્મિત પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ; ૧૫૦ લોકો માટે બેસવાની વ્યવસ્થા સહિત વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ ભૈરવી, ખેરગામ : નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ભૈરવી ગામે શનિદેવ મંદિરના પ્રાંગણમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અંદાજે રૂ. ૩૫ લાખના ખર્ચે નિર્મિત પંચવટી વિકાસ કેન્દ્રનું આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કેન્દ્રના નિર્માણથી ગ્રામજનોને સામાજિક, ધાર્મિક અને સામૂહિક કાર્યક્રમોના આયોજન માટે સુવિધાસભર સ્થળ ઉપલબ્ધ બન્યું છે. પંચવટી વિકાસ કેન્દ્રમાં અંદાજે ૧૫૦ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, સામૂહિક કાર્યક્રમો દરમિયાન ઉપયોગી થઈ શકે તે માટે વાસણ કીટ અને ખુરશીઓ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્ર ગામના સામાજિક પ્રસંગો, મેળાવડા અને વિવિધ જાહેર કાર્યક્રમો માટે ઉપયોગી બનશે. લોકાર્પણ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે વૃક્ષોના મહત્વ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે પર્યાવરણનું જતન ક...